INFORMATION AVAILABLE IN ENGLISH, GUJARATI AND HINDI
Thyroglossal Cyst and Thyroglossal Sinus
Thyroglossal Cyst occurs in the midline of the neck due to a developmental defect during the formation of the thyroid gland. Diagnosis is easy. However, ultrasound scan is required to document the presence of a normal thyroid gland. Surgery is a must for this swelling. However, inadequately excised swellings may cause recurrence.
Sometimes, the child may present with just a tiny hole in the midline of the neck with watery or whitish discharge. This is called a thyroglossal sinus which like the thyroglossal cyst is also an embryological remnant. Surgery is the cure for a thyroglossal sinus. ●
Thyroglossal Cyst
Thyroglossal Sinus
Thyroglossal Sinus (operative photo)
GUJARATI
થાઈરોગ્લોસલ સીસ્ટ અને થાઈરોગ્લોસલ સાયનસ
થાઈરોગ્લોસલ સીસ્ટ બાળકના ગળાની વચ્ચોવચ જાવામાં આવતી ગાંઠ છે. આ ગાંઠને કંઠમાળની નોર્મલ ગાંઠ સમજીને ઘણીવાર સારવારમાં વિલંબ થતો હોય છે. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારે ગળામાં આવેલી થાઇરોડ ગ્રંથિ જીભની નીચેથી ઉદ્ભવીને ગળામાં તેની યોગ્ય જગ્યાએ જતી હોય છે. આ પ્રક્રિયા દરમિયાન થાઇરોડ ગ્રંથિના અમુક કોષ પાછળ છૂટી જતાં હોય છે. આ કોષ આગળ જતાં થાઈરોગ્લોસલ સીસ્ટ બનાવતા હોય છે. આ ગાંઠનું નિદાન ખૂબ જ સરળ હોય છે, અને સોનોગ્રાફીમાં પણ આ ગાંઠ તરતજ દેખાઈ જતી હોય છે. સારવાર માટે આ ગાંઠનું આૅપરેશન કરી સંપૂર્ણપણે કાઢી નાખવી જરૂરી છે. જા આ ગાંઠ અને તેની સાથે રહેલા વધારાના કોષ કે માર્ગને આૅપરેશન દરમ્યાન દૂર કરવામાં ન આવે તો આ ગાંઠ ફરી થવાની શક્યતા રહે છે. ઘણીવીર થાઇરોડના આ રહી ગયેલા કોષ ગાંઠ ન બનાવતા ગળાની બરોબર વચ્ચે નાનું કાણું/છીદ્રની ખોડ કરે છે. આ ખોડને થાઈરોગ્લોસલ સાયનસ તરીકે ઓળખવામાં આવે છે. થાઈરોગ્લોસલ સાયનસમાંથી થોડા થોડા સમયે સફેદ ચીકાણું પ્રવાહી નીકળે છે. જા ઇન્ફેક્શન થાય તો આ સાયનસ અને ગાંઠ બંનેમાં પરૂ થવાની શક્યતા પણ રહેલી છે. થાઈરોગ્લોસલ સાયનસની સારવાર પણ થાઈરોગ્લોસલ સીસ્ટની જેમ જ આૅપરેશન દ્વારા કરવામાં આવે છે. થાઈરોગ્લોસલ સીસ્ટની માફક જ અધૂરા કે અપૂરતા આૅપરેશનથી થાઈરોગ્લોસલ સાયનસ ફરી થવાની શક્યતા રહે છે. •
HINDI
थाइरोग्लोसल सिस्ट और थाइरोग्लोसल सायनस
थाइरोग्लोसल सिस्ट बच्चे के गले के बीचोबीच पाई जाने वाली एक गांठ है। इस गांठ को कई बार कंठमाला की गांठ समझकर उपचार में देरी हो जाती है। बच्चा जब गर्भ में होता है तब गले में स्थित थाइरोड ग्ा्रंथी जीभ के नीचे से होकर उचित स्थान पर चली जाती है। इस प्रक्रिया के दौरान थाइरोड ग्ा्रंथी की कुछ कोशिकाएं पीछे छूट जाती है। ये कोशिकाएं आगे चलकर थाइरोग्लोसल सीस्ट में परिवर्तित हो जाती है। इस गांठ का निदान बहुत ही सरल है और सोनोग्ा्राफी के माध्यम से इसका पता लगाया जा सकता है। ऑपरेशन के द्वारा इस गांठ को पूरी तरह से हटा देना आवश्यक है। अगर इस गांठ को और उसके साथ की कोशिकाओं एवं उसके मार्ग को ऑपरेशन के द्वारा हटाया नहीं जाता तो फिर से उभर आने की संभावना बनी रहती है। कई बार शेष रह गए थाइरोड की ये कोशिकाएं गांठ में परिवर्तित न हो कर गले के बीचोबीच छोटा सा छेद बना देती हैं। इसे थाइरोग्लोसल सायनस कहते हैं। थाइरोग्लोसल सायनस से समय-समय पर सफेद चिकना स्त्राव होता है। अगर इसमें संक्रमण लग जाता है तो गांठ तथा सायनस दोनों में ही रसी हो जाने की सम्भावना होती है। थाइरोग्लोसल सायनस का उपचार भी थाइरोग्लोसल सीस्ट की भांति ऑपरेशन के द्वारा किया जाता है। थाइरोग्लोसल सीस्ट की ही भांति अधूरे अथवा अपर्याप्त उपचार के कारण थाइरोग्लोसल सायनस के दुबारा उभर आने की संभावना होती है। •